VASUDEO GANESH JOSHI – (VASUKAKA)
Birth Day: - 28-04-1854
વાસુદેવ ગણેશ જોષી – વાસુકાકા
ઔરંગાબાદના યજુર્વેદી બ્રાહ્મણ પરિવારમાં વાસુદેવ ગણેશ જોષીનો જન્મ ૨૮ એપ્રિલ ૧૮૫૪ના દિવસે મહારાષ્ટ્રના સતારા જિલ્લાના વાઈ પાસે આવેલ ધોમ ગામે મધ્યમ પરિવારમાં થયો હતો. તેઓ વાસુકાકા તરીકે જાણીતા થયેલ, તેમને ૩ ભાઈ અને ૩ બહેનો હતી, તેમના પિતા ગણેશ જોષી વ્યવસાયે પુજારી, ખેડુત, શાહુકાર હતા. પ્રાથમિક શિક્ષણ બાદ વાસુકાકાએ પૂનાની હાઈસ્કૂલમાં મેટ્રિકની સાથે સથે કૃષિ વર્ગ (હાલ સાયન્સ કોલેજ – પૂના)માં સુધી અભ્યાસ કર્યો પરંતુ પરીક્ષા આપી ન હતી.
તેઓ વિષ્ણુશાસ્ત્રી ચિપલુણકરથી ખુબજ પ્રભાવિત હતા, તેમના કારણે જ તેઓ ખેડૂતમાંથી વેપારી બન્યા. વાસુકાકા મહારાષ્ટની નોંધપાત્ર હસ્તીઓ સાથે સારો પરિચય ધરાવતાની સાથે સાથે તેઓ તિલકના નજીકના મિત્ર હતા. વાસુકાકાએ મહારાષ્ટ્રની રાજકીય અને સામાજીક પ્રવૃત્તિમાં ભાગ લીધો, અને તેઓ મુખ્યત્વે ચિત્રશાળા પ્રેસ સાથે સંકળાયેલા હતા. વર્ષ ૧૮૮૪થી અંતિમ સમય ૧૯૦૫ સુધી તેઓ આ સંસ્થાના એકમાત્ર માલિક રહ્યા. આ પ્રેસ પૂનાની એક જાણીતી સંસ્થા બની, આ ચિત્રશાળાએ “રામપંચાયત” જેવા ચિત્રો બનાવવાની સાથે સાથે સામાજિક અને ધાર્મિક પુસ્તકો, બાળકો માટે પુસ્તકો અને સામયિકો પ્રકાશિત કરતું રહ્યુ. વાસુકાકાએ વિદેશ પ્રવાસ ખુબ જ કર્યો આ પ્રવાસનો હેતું ફક્ત અને ફક્ત તમામ જગ્યાઓ તથા ઉદ્યોગો વિશે માહીતી એકત્રિત કરવાનો અને દેશ વિદેશના ક્રાંતિકારીઓનો સંપર્ક કરવાનો હતો. તેમણે સિલોન, બર્મા, નેપાળ, સિંગાપોર, જાપાન વગેરે જેવા દેશોમાં ભ્રમણ કર્યુ. જાપાનના ઓસાકાની મુલાકાત દરમ્યાન એક ગ્લાસ ફેકટરીની મુલાકાત કર્યા બાદ તેમને તાલેગાંવમાં ગ્લાસ ફેકટરી શરૂ કરવાની પ્રેરણા મળી.
વાસુકાકાને અંગ્રેજો અને અંગ્રેજી વસ્તુઓ પ્રત્યે નફરત હતી, તેમના પ્રારંભિક જીવન દરમ્યાન તેઓ માનતા હતા કે સ્વતંત્રતા સશસ્ત્ર ક્રાંતિ વિના શક્ય નથી. તેમણે ક્રાંતિકારીઓને આશ્રય, પૈસા અને નોકરી અથવા શક્ય હોય તે રીતે મદદ પુરી પાડી ટેકો આપ્યો હતો. અફ્ઘાનિસ્તાન અને નેપાળના સરહદી રાજ્યોમાંથી ભારતની આઝાદી મેળવવા સમર્થનની આશા રાખી હતી જે તેમને અનેક કડવા અનુભવોથી સમજાયું કે પડોશી રાષ્ટ્ર ભારતને મદદ કરવા બ્રિટિશરોનો વિરોધ કરે તે શક્ય નથી. અલગ અલગ ક્રાંતિકારી પ્રવૃત્તિથી ભારતને સ્વતંત્રતા મળવી મુશ્કેલ હોવાના કારણે તેમણે તિલક અને ત્યારબાદ ગાંધીજીના અસહકાર ચળવળને પૂરા દિલથી સમર્થન આપ્યું.
પ્રોફેસર વિજાપુરકર
હેઠળ વાસુકાકાએ ઘણી શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રચારક વર્ગ, સમર્થ વિદ્યાલય (તાલેગાંવ), વડોદરાની ગંગાનાથ વિદ્યાલય, ગોવાની કોલેજ કે હાઈસ્કૂલ અને પૂનામાં વિદ્યાલય શરૂ કરવામાં
મહત્વની ભૂમિકા ભજવી. તેમની ભારતીય રાજકુમારો, અધિકારીઓ, પોલિસખાતાંમાં બનાવેલ મિત્રોના કારણે કોંગ્રેસ અધિવેશન
દરમ્યાન માહીતી મેળવી તિલકને મદદરૂપ થયા. ૯ નવેમ્બર ૧૮૯૦ ના સમાજ સુધારક પરિપત્ર પર
સહી કરનારઓમાં એક વાસુકાકા હતા. વાસુકાકાએ પૂનામાં બ્રાહ્મણ છોકરીને ખ્રિસ્તી ધર્મ
અપનાવવા બદલ શારદા સદન સંસ્થાની બોર્ડિંગ સ્કૂલના સંસ્થાપક પંડિતા રમાબાઈને ઉગ્ર વિરોધ
કર્યો, પરિણામ સ્વરૂપે શારદા
સદનનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. ૧૮૯૬માં મહારાષ્ટ્રનો દુષ્કાળ દરમ્યાન પણ સમાજ સેવાની
કામગીરી તેમણે કરેલ. પિકેટીંગ ચળવળ ૧૯૨૧માં તેમને દંડ ફટકારવામાં આવ્યો અને મુલશી સત્યાગ્રહ
૧૯૨૧-૨૩માં તેમને પંદર દિવસની તથા વર્ષ ૧૯૩૨માં સવિનય બહિષ્કાર ચળવળમાં ૬ મહિનાની સખત
જેલ થયેલ.
References:
DICTIONARY OF NATIONAL BIOGRAPHY – Vol 2 edited by S. P. Sen – Institute of Historical Studies – Calcutta – 1972
N. C. Kelkar—Lokmanya
Tilak, Poona, 1921; S.V. Bapat—Lokmanya Tilak Hyanchya Athvani Ani Akhyayika, 3
vols., Poona, 1924-28; N. C. Kelkar and D. V. Divekar—Life and Times of
Lokmanya Bal Gangadhar Tilak, Madras, 1928; T. R. Devgirikar—Vasukaka Joshi Va
Tyancha Kal, Poona, 1948; S. L. Karandikar—Lokmanya Bal Gangadhar Tilak, the
Hercules and Prometheus of Modern India, Poona, 1957; G. I^. Pradhan and A. K.
Bhagwat —Lokmanya Tilak: A Biography, Bombay, 1958; D. Keer—Lokmanya Tilak: the
Father of our Freedom Struggle, Bombay, 1959; The Kesari and the
Mahratha—Lokmanya Tilak Janma Shatabdi special issues, 22 July 1956.
No comments:
Post a Comment