Today That Day - 07-04-2022 - Why Sardar Patel was in Pain?
07-એપ્રિલ-1950 – સરદાર પટેલને શા માટે દુઃખ થયું હતું?
પૂર્વ બંગાળ (પૂર્વી પાકિસ્તાન)ના
હિંદુઓને ભારતના બંગાળમાં ધકેલવામાં કે જબરજસ્તીથી મોકલવામાં આવતા હતાં આથી સરદાર
પટેલ પૂર્વ બંગાળના શરણાર્થીઓના ધસારાને કારણે ખૂબ જ દુઃખી થયા હતા અને
પાકિસ્તાનને કહ્યું હતું કે જો તેઓ આને રોકવામાં સક્ષમ ન હોય, તો તેમણે
તેમના પ્રદેશનો અમુક ભાગ સોંપવો પડશે જ્યાં શરણાર્થીઓ સ્થાયી થઈ શકે. બીજી તરફ
નેહરુએ પટેલની ટીકા કરતા કહ્યું કે, આ બકવાસ છે. મણિબેન
વધુમાં નોંધે છે કે સરદાર પટેલ નહેરુ-લિયાકત કરારના છેલ્લા ફકરાને સ્વીકારવાની
તરફેણમાં ન હતા અને તેમણે સ્પષ્ટ કર્યુ કે કેબિનેટમાં મૌલાનાના નિવેદનોથી તેઓ ચિંતિત
નથી કે એક લાખ મુસ્લિમો પાકિસ્તાન જવા માટે તૈયાર છે અને ત્રણ લાખ વધુ તૈયાર છે. સરદાર
પટેલે સ્પષ્ટપણે જવાબ આપ્યો કે જો યુપીના મુસ્લિમો બહાર જવા માંગતા હોય તેમને જવા દો,
તેઓ તેમ કરવા માટે સ્વતંત્ર હોવા જોઈએ કારણ કે તેઓએ જ પાકિસ્તાનની
માંગણી કરી હતી.
સંદર્ભ
: ઈન સાઈડ સ્ટોરી ઓફ સરદાર પટેલ – ધ ડાયરી ઓફ મણીબેન પટેલ – ૧૯૩૬-૫૦
No comments:
Post a Comment