નો રીપીટ થીયરી કોંગ્રેસની દેણ કે ભાજપની
ગુજરાત સ્થાપના દિવસ ૧ મે ૧૯૬૦
વાત ગુજરાતના પહેલા મુખ્ય પ્રધાન જીવરાજ મહેતાની
ગુજરાતના પ્રથમ મુખ્ય પ્રધાન જીવરાજ મહેતા જ્યારે બીજી વાર મુખ્યપ્રધાન
બન્યા તે સમયે તેમને મુખ્યપ્રધાન પદેથી દૂર કરવા માટેના કાવાદાવા કોંગ્રેસમાંથી જ થયેલા.
દસ વર્ષથી વધારે હોદ્દો ભોગવેલ હોય તેમણે ફરી
સત્તા ગ્રહણ ન કરવી – અખિલ ભારત કોંગ્રેસ અધિવેશન ભાવનગર – ૧૯૬૧
૧૯૬૦માં ગુજરાત રાજ્ય મહારાષ્ટ્ર રાજ્યથી અલગ
થતા પહેલાં વર્ષ ૧૯૫૬માં ખંડુભાઈ દેસાઈ, બળવંતરાય મહેતા જેવા નામોની ચર્ચા થતી હતી,
ડો. જીવરાજભાઈ મહેતા ફરીવાર મુખ્ય પ્રધાન બન્યા ત્યારે તેમની પહેલાં
જ તેમને કોંગ્રેસમાં ટીકીટ ન મળે તે માટે કાવાદાવા શરૂ થઈ જ ગયેલાં. પણ તેઓ ફરીવાર
મુખ્ય પ્રધાન બન્યા, પરંતુ તેમને સરકાર ઉથલાવવાના ષડયંત્રો શરૂ
થઈ ગયેલા જ.
વર્ષ ૧૯૬૧નાં જાન્યુઆરી માસમાં અખિલ ભારત કોંગ્રેસ
અધિવેશન ભાવનગરમાં થયેલ અને તે દરમ્યાન સંજીવ રેડ્ડીએ અધિવેશનના પ્રમુખ તરીકે પોતાના
ભાષણમાં જણાવ્યું કે જેમણે કોંગ્રેસમાં દસ વર્ષથી વધારે હોદ્દો ભોગવેલ હોય તેમણે ફરી
સત્તા ગ્રહણ ન કરવી એવો વિચાર તેમણે રજુ કર્યો. પરંતુ મોરારજીભાઈ દેસાઈએ ગુજરાત પ્રદેશ
કોંગ્રેસ સમિતિ સાથે ચર્ચા કે ઠરાવ કર્યા સિવાય તેને એક નિયમ તરીકે સ્વીકારી લીધો અને
જાહેરાત કરી. જ્યારે સામે ભારતના અન્ય રાજ્યોમાં કોંગ્રેસે આ વિચાર તરીકે જ ગ્રહણ કર્યો.
મોરારજીભાઈ દેસાઈની ઈચ્છા એમ મનાતી હતી કે દસ વર્ષથી વધુ પ્રધાન રહી ચૂકેલા જીવરાજભાઈ, રસીકભાઈ પરીખ અને રતુભાઈ અદાણી
વગેરે જેવાને નવી ચુંટણીમાં બાકાત રાખવા આ બાબતની ગંધ જીવરાજભાઈ તથા અન્ય સાથીઓને આવી
હતી અને તેઓએ આ બાબતે પ્રદેશ સમિતિમાં વિરોધ પણ કર્યો હતો, પરંતુ
મોરારજીભાઈ દેસાઈ તે સમયે સર્વોચ્ચ ગણાતા હોવાથી આ વિરોધને કોઈ અવકાશ ન મળ્યો. જીવરાજભાઈ
૧૯૬૦માં મુખ્યપ્રધાન બન્યા ત્યારથી જ તેમણે સંસ્થાકીય પાંખની સલાહ સુચન પ્રમાણે રાજ
ચલાવવું તેવો આગ્રહ મોરારજીભાઈ દેસાઈએ રાખેલ, જે યોગ્ય પણ ન હતું.
રતુભાઈએ તો નોધ્યું પણ છે કે ૧૯૬૨ની ચુંટણી સમયે ઉમેદવારોની પસંદગી સમયે જીવરાજભાઈ
અને તેમના સાથીઓને કોંગ્રેસની ટીકીટ ન મળે તેના કાવાદાવા શરૂ થઈ ગયેલા. કોંગ્રેસમાં
જીવરાજભાઈની મુખ્ય પ્રધાન પદેથી ઉતારવા માટે તૈયારીઓ શરુ થઈ ગયેલી. અને જીવરાજભાઈને
કોંગ્રેસ તરફથી હુકમો મળ્યા કે તમે રસિકભાઈ અને રતુભાઈને દૂર કરો. આથી રતુભાઈ રસિકભાઈના
ઘરે જઈ કહ્યું કે આપણે બન્ને રાજીનામાં આપીએ અને બ્ન્ને નક્કી કરી જીવરાજભાઈ સમક્ષ
રાજીનામાં ધરી દીધા, પરંતુ જીવરાજભાઈ એક ઈમાનદાર વ્યક્તિ તેમણે
કહ્યું આપણે સાથે રહ્યા છીએ, સાથે રહીશું ને સાથે જઈશું. આજના
રાજકારણમાં આવી ઈમાનદારી જોવા નથી મળતી.
વિરોધપક્ષના નેતા ભાઈલાલભાઈ પટેલ (ભાઈકાકા) એ
૨૭-૦૮-૧૯૬૩ના દિવસે જીવરાજભાઈની સરકાર સામે ધારાસભામાં અવિશ્વાસની દરખાસ્ત રજુ કરી.
જીવરાજભાઈને પરિસ્થિતિનો તાગ મેળવી સમજતા વાર
ન લાગી કે આ અવિશ્વાસની દરખાસ્ત કોંગ્રેસ અને વિરોધપક્ષનું અદ્રશ્ય ગઠબંધન છે. આથી
તેમણે ૧૧ સપ્ટેમ્બરે રાજીનામું ધરી દીધું, અને અવિશ્વાસની દરખાસ્ત સમયે ૩૧ વિરુધ્ધ ૧૦૧
મતે ઊડી ગઈ. નવા મુખ્યપ્રધાનની વિચારણા ચાલી અને દિલ્હીથી લાલબહાદુર શાસ્ત્રી અમદાવાદ
આવ્યા અને ૧૯ સપ્ટેમ્બર ૧૯૬૩ના દિવસએ બળવંતરાય મહેતાએ મુખ્યપ્રધાનના શપથ લીધા.
સંદર્ભ : સમયને સથવારે ગુજરાત - કુંદનલાલ ધોળકિયા
No comments:
Post a Comment